તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કચ્છના નાના રણમાં વાછડાદાદાના દર્શને ગયેલા ૯ યુવાનો ફસાયા
પોલીસે સફળતાપૂર્વક રેસ્કયુ કરી બહાર કાઢયા પાટડીના ૯ યુવાનો બાઈકથી દર્શને ગયા પરંતુ વરસાદ પડતાં ફસાયા

(વિનોદ ગાલા દ્વારા ભુજ) તા.૨૦: કચ્છના નાના રણમાં વરસાદ બાદ દિશા ભૂલી જતા ફસાયેલા ૯ યુવાનોને પોલીસે સલામતી સાથે રેસ્કયુ કર્યા હતા. નાના રણમાં આવેલ વાછડાદાદાના મંદિરે દર્શન માટે ગયેલા આ યુવાનો ફસાઈ ગયા હતા તે અંગે પોલીસને જાણ થયા બાદ પોલીસે તેમને રેસ્કયુ કરી બહાર કાઢયા હતા. સુરેન્દ્રનગરના પાટડી થી કચ્છના સુરજબારી આડેસર વચ્ચે આ નાનુ રણ આવેલ છે. જે ઘુડખર માટે જાણીતું છે.(૩૮.૫)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
