<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કોમી એકતા અને ભાઇચારાના દર્શન થયાઃ શિહોરમાં ગરીબશાપીર દાદાનો બે-દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો

ભાવનગર :..  ભાવનગર  શિહોર મુકામે આવેલા હઝરત રોશન ઝમીર ગરીબશાપીર દાદા નો બે-દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્‍યો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ માં કુરઆન વાની, મિલાદ શરીફ, જીક શરીફ, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામુહીક દુવાઓ કરવામાં આવી હતી. તેમજ સંદલ શરીફનું  ઝુલુસ શિહોર ગામમાં ફર્યું હતુ. અને દરગાહ શરીફમાં પહોંચ્‍યુ હતુ. ત્‍યારબાદ તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. અને સતત બે દિવસ બપોરે અને સાંજે ન્‍યાઝ શરીફ નું પણ વિતરણ કરવામાં આવ્‍યુ હતુ.  આ ઉર્ષ શરીફના બે- દિવસીય તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં હિન્‍દુ મુસ્‍લીમ બિરાદરો ઉપસ્‍થિત રહયા હતા. અને કોમી એકતા ભાઇચારાના દર્શન થયા હતા. સમગ્ર ભાવનગર જીલ્લામાં આ દરગાહ શરીફ કોમી એકતાનું પ્રતિક છે. આ ઉર્ષ પ્રસંગે ભાવનગર શહેર તેમજ સમગ્ર જીલ્લામાંથી મોટી સંખ્‍યામાં લોક સમુદાય ઉમટી પડયો હતો. આ ઉર્ષ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદીમો ઇસ્‍માઇલશા અબ્‍દુલ્લાશા, રફીકશા કાશમશા, સલીમશા ગરીબશા, ઈમરાનશા એહમદશા, કાળુભાઇ બેલીમ સહિતના ઉર્ષ કમીટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી. 

(11:24 AM IST)