તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
દેલવાડાના શ્રી ગુપ્તપ્રયાગમાં સંસ્કૃતિને ઉજાગર કરતો ધાર્મિક મેળો પૂ. મુકતાનંદબાપુ ખુલ્લો મુકશે
કાલે રાત્રે લોકડાયરો રાજભા ગઢવી જમાવટ કરશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૦: ગિર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના દેલવાડા ખાતે આવેલ શ્રી ગુપ્ત પ્રયાગ તીર્થધામ ખાતે આવતી કાલ તા. ર૧ ને ગુરૂવાર થી સનાતન હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ધાર્મિક મેળો ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદ બાપુના હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે જેમાં ગુરૂવારે સવારે ૯ થી ૧૦ કલાકે ધ્વજારોહણ સાથે આ મેળો વિધીવત પ્રારંભ થશે અને રાત્રે ૯:૩૦ કલાકે લોકડાયરામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને તેની ટીમ જમાવટ કરશે.
તા. ર૧ થી ર૩ ગામડે ગામડે થી ગોપી મંડળ ધુન હનુમાન ચાલીસાના પાઠ કરવા આવશે શનિવારે સવારે ૭ થી ૭:૩૦ ગંગા આરતી અને હિન્દુ સંસ્કૃતિને પ્રસિધ્ધ કરતો મણિયારો રાસ યોજાશે.
આ મેળા દરમ્યાન સાધુ સંતો મહંતો ભાવિક ભકતો તિર્થધામને ઉજાગર કરતા ભારતીય સંસ્કૃતિની પરંપરા તેમજ સનાતનીઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તો આ ત્રીદિવસીય ધર્મોત્સવનો લાભ લેવા પૂ. મુકતાન઼દ બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
