તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વિધર્મી વૃદ્ધ સસરાની પુત્રવધૂ પર કુદ્રષ્ટિ સાસુ સાથે પ્રેમ સબંધ ધરાર શારીરિક સંબંધ બાંધવા ત્રાસ
આપતો'તો પુત્રવધૂને ઢોર માર માર્યો

ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિધવા પુત્રવધૂને તેના વિધર્મી સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બે સંતાનની માતા એવી આ વિધવા મહિલા એક દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેના સાસુના યાકુબ યુસુફ પટેલ નામના વિધર્મી વળદ્ધ સાથે પ્રેમસંબંધ હોવાથી તેઓ સાથે રહે છે.
આ દરમિયાન, વળદ્ધ યાકુબ પટેલની દાનત તેની હિન્દુ પુત્રવધૂ પર બગડી હતી અને તે વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી હેરાનગતિ કરતો હતો. એક તબક્કે તો યાકુબ પટેલ પુત્રવધૂ જ્યાં નોકરી કરે છે ત્યાં પહોંચીને તેને માર મારતો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યાકુબ યુસુફ પટેલ (ઉંમર ૬૪) અને તેની સાથે રહેતી વિધવા સાસુ સામે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, યાકુબ પટેલની હિન્દુ પત્નીએ પણ પોતાની પુત્રવધૂ અને તેના પુત્ર સંકેત પટેલ સામે માર મારવા અને ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ કરી સામ-સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
