News of Wednesday, 20th August 2025
મહુવા પંથકમાં સવારે ર ઇંચ વરસાદ પડતા પાકને જીવતદાન
ધીમીધારે વરસતા વરસાદથી કપાસ, મગફળી, તલ બાજરીના પાકને ફાયદો

મહુવા, તા. ર૦ : મહુવા પંથકમાં ગતરાત્રીના આઠ વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જે આજે સવારે દસ વાગ્યા આસપાસ બે ઈંચ જેવો ધીંગો વરસાદ વરસી ગયો હતો હાલ એક મહિના ઉપરાંત ના સમય થી વરસાદ વરસ્યો નો હોય ખેતી નાં પાકો જેવા કે કપાસ, મગફળી, તલ, બાજરી જેવા પાકો ને વરસાદની ખુબજ જરૂરિયાત હોય અને વરસાદ વરસતા ખેડૂતો ને કાચુ સોનું વરસ્યું હોય તેવો અહેસાસ થયો હતો અને જગત નો તાત ખેડૂત ખુશ ખુશાલ જોવા મળેલ આ વરસાદ ના પગલે સોસાયટી વિસ્તારોમાં તેમ જ નિચાણવાળા ભાદ્રોડ ગેઈટ, ગાર્ડન રોડ,જુના બગીચા ચોક પોલીસ સ્ટેશન, નવા ઝાંપા સહિત ના વિસ્તારો માં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં આ વરસાદ મહુવા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર નેસવડ, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા, સથરા, વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા, કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પણ સારો એવો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે તેવું રહીમ આર વસાયાએ યાદીમાં જણાવ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
