તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
માણાવદરમાં મેઘરાજા મહેરબાન ગાજવીજ સાથે ખાબકતા સર્વત્ર પાણી ભરાયા
બાંટવા ખારા ડેમ અને રસાલા ડેમમાં ભારે પાણીની આવક

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ર૦ :.. માણાવદર માં ગત રાત્રિ ના વીજળી ના લબકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ ધીમી ધારે ચાલુ હતો. પરંતુ અવાર ના ૮ વાગ્ય થી સ્વરૂપ અને વાતાવરણ માં અચાનક આવેલા પલટા યે ૮.૧૫ વાગ્યે ઙ્કચંડ વીજળી ના લબકારા કડાકા ભડાકા સાથે અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
માણાવદર શહેર અને તાલુકાના ગામોમાં હજી તો સવાર ની મીઠી ઊંઘ. માણી રહયા હતા તેવા માં અતિ રોદ્ર સ્વરૂપે મેઘરાજા યે વર્ષ વાનું સરું કરું છે હાલ બાંટવા ખારા ડેમ રસાલા ડેમ છલો છલ છે આ વરસાદ થી પાટિયા ખોલવા પડશે હાલ અતિ રોદ્ર સ્વરૂપે મેઘરાજા મહેરબાન થયા છે પણ શહેર માં ભારે પાણી ભરાવાની પૂરી સંભાવના છે કેમ કે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવાની ફરજ પડશે હાલ શહેર માં ઠેર ઠેર પાણી ભરાયાં છે. ખારા ડેમ ઓવર ફલો થાય તો નીચાણ વાળા ગામો ને એલર્ટ કરવા પડશે. કોળવાવ થેપલાં એકલેરા સહિત આ ડેમ ના ઘસમસ્તા પુર પાણી રસ્તા બંધ કરી દેશે. હાલ અતિ રોદ્ર સ્વરૂપે મેઘરાજા બઘડાટી બોલાવી રહયા છે. (પ-૧ર)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
