તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
જસદણની રામાણી હોસ્પિટલના મેનેજરના અપહરણ કેસમાં આરોપીઓની ડીસ્ચાર્જ અરજી રદ

રાજકોટ, તા.૨૦: અત્રે અપહરણના ગુનામાં આરોપીઓના બિનતહોમત મુકત કરવાની અરજીને રાજકોટની સેશન્સ અદાલત ધ્વારા નામંજુર કરવામાં આવી હતી. આ કેસના ફરીયાદી દિપેનભાઈ વિનોદભાઈ ઠુંમર જેઓ જસદણ રામાણી હોસ્પીટલનું મેનેજમેન્ટ સંભાળતા હોય તેઓ તા. ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ રણીના ધારે હતા ત્યારે રાતના ૩: ૦૦ વાગે તેમના મોબાઈલ પર હોસ્પીટલ માંથી ફોન આવેલ કે તમે તાત્કાલીક હોસ્પીટલ આવો અહીં મારામારી ચાલુ છે જેથી ફરીયાદી હોસ્પીટલે ગયેલ તો ત્યા હોસ્પીટલના સ્ટાફના યોગેશભાઈ સાગઠીયા તથા મેહુલભાઈ દાફડા સાથે આ કામના આરોપી રાજવીર બીશુભાઈ વાળા, નીલરાજ શાંન્તુભાઈ ખાચર, રવિરાજ ઉર્ફે ભગત ઉમેદભાઈ ગીડા ઝપાઝપી કરતા હોય ફરીયાદી તેમની પાસે જતા આ લોકોએ કહેલ કયા છે તારો ડોકટર રામાણી આજે એને પતાવી દેવો છે તેમ કહી ફરીયાદી દિપેનભાઈ સાથે ઝપાઝપી કરી ગાળો આપવા લાગેલ.
ત્યારબાદ ફરીયાદીને પકડીને આરોપીઓ એ રાજવીર વાળાની ફોચ્યુનર ગાડી નં.જી.જે.૩ એમ.એચ. ૧૧૧૧ માં બળજબરી થી બેસાડી રાજવીર વાળાના બંગલે લઈ ગયેલ ત્યારે બંગલામાં ફરીયાદીને માર મારી આરોપી રાજવીર પીસ્તોલ કાઢી ડરાવવા લાગેલ ત્યારબાદ આરોપીઓએ તેને ફરી ગાડીમાં બેસાડી વિછીયા રોડે લઈ ગયેલ અને ફરીયાદીને ડરાવવા ચાલુ ગાડીએ ફાયરીંગ કરી પીસ્તોના નાળચાથી માર મારેલ તેમજ ફરીયાદીને ત્યાથી પાછા રાજવીર વાળાના બંગલે લઈ આવી ગોંધી રાખેલ ત્યારબાદ વહેલી સવારના ફરીયાદીએ મુકત કરેલ. આ અંગેની ફરીયાદ દિપેનભાઈ ઠુંમરે જસદણ પોલીસ સ્ટે. માં કરતા પોલીસે આરોપી ઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ આ ગુનામાં ચાર્જશીટ કરેલ આરોપીઓએ આ કેસમાં તેઓને બીન તહોમત મુકત કરવા ડીસ્ચાર્જ અરજી કરેલ આ કેસમાં ફરીયાદ પક્ષે મદદનીશ સરકારી વકીલ સ્મીતાબેન અત્રી રોકાયેલ હતા તેઓની મુખ્ય દલીલ એછી હતી કે આરોપીઓ સામે પુરતો પુરાવો છે ચાર્જશીટ ફાઈલ કરેલ છે ફરીયાદીને ભય પમાડેલ છે તેમજ ફરીયાદીનું અપહરણ કરેલ છે જે તમામ પ્રથમ દર્શનીય પુરાવા છે અદાલતે સરકારી વકીલની દલીલોને ઘ્યાને લઈ આરોપીઓની ડીસ્ચાર્જ અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદ પક્ષે મદદનીશ સરકારી વકીલ સ્મીતાબેન અત્રી રોકાયેલ હતા.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
