<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

પોરબંદર પાસે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળ્‍યોઃ ૨ ઝડપાયાઃ ૩ નાસી ગયા

પાંચ-પાંચ લીટરની ૧૦૦ નંગ કોથળીમાં દારુ ભર્યો હતોઃ કાર અને દારુ સહિત કુલ ૪ લાખનો મુદામાલ જપ્‍ત

પાંચ-પાંચ લીટરની ૧૦૦ નંગ કોથળીમાં દારુ ભર્યો હતોઃ કાર અને દારુ સહિત કુલ ૪ લાખનો મુદામાલ જપ્‍તપોરબંદરઃ હેઠળ બગવદર પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ. શ્રી એ.એસ.બારા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના પેટ્રોલીંગમાં દરમ્‍યાન એ.એસ.આઇ.એચ.ડી. સીસોદીયા તથા પો.હેડ.કોન્‍સ વિ.એન.ભુતીયા તથા ડી.આર.સીસોદીયા નાઓને બાતમી આધારે નાગકાગામ તરફ થી એક ફોર વ્‍હીલ કારમાં દેશી દારૂનો મોટો જથ્‍થો ભરી નટવરનગરગામના પટીયા થઇ જામનગર તરફ વોચ તપાસમાં રહેતા સદરહુ ફોરવ્‍હીલ પસાર થતા રોકી લઇ ચેક કરતા બે ઇસમો મારૂતી હ્યુડાઇ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર GJ-06-L.K-9871 કી.રૂ. ૩,૦૦,૦૦૦/- વાળીમાં દેશી પીવાનો દારૂ ભરેલ પાંચ-પાંચ લીટરની કોથળીઓ નંગ-૧૦૦ દારૂ લીટર.-૫૦૦ કી.રૂા.૧,૦૦,૦૦૦/- નો રાખી કુલ રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બંન્ને આરોપીઓને પકડી પાડી પ્રોહી કલમ ૬૫(B).૮૧.૯૮(૨) મુજબનો ગુન્‍હો નોંધ્‍યો છે.

આ કારમાં દેશી દારું સાથે કરશન માયાભાઇ શામળા તથા કરશન ઢુલાભાઇ કટારા, પોલીસ ચેકિસંગ રાણા જીવણભાઇ મોરી તથા રાણા બાલાભાઇ કોડીયાતર તથા રામા માલજી ચોરીયા રહે. પડાણાવાળા ત્રણેય નાસી ગયા હતાં.

કારમાંથી દારુ પકડવાની કામગીરી પોલીસ સબ ઇન્‍સ. શ્રી એ.એસ.બારા સા. તથા સર્વેલન્‍સ સ્‍ટાફના એ.એસ.આઇ એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ.કોન્‍સ. વિ.એન ભુતીયા તથા ડી.આર. સીસોદીયા દ્વારા કરવામા આવેલ છે.

(1:23 PM IST)