<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જુનાગઢ-શાપુર વચ્‍ચે પાટા ઉપર વૃક્ષ પડતા ટ્રેન અટકી ગઇ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન આજે બપોરે જુનાગઢના શાપુર પાસે થંભી ગઇ હતી.

આજે ભારે વરસાદના કારણે જુનાગઢ- શાપુર વચ્‍ચે ટ્રેનના પાટા ઉપર વૃક્ષ પડતા આ ટ્રેનને થંભાવી દેવાઇ હતી અને તાબડતોબ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.

(12:19 PM IST)