તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વ્યાજના ર૮ લાખની ઉઘરાણી કરી પત્નીને ઉપાડી જવાની ધમકીઃ રાજકોટના ર સહિત ૩ સાથે ગુન્હો
જેતપુરના સ્ટેશન વાવડીના યુવાને ૭.પ૦ લાખની લોનમાં ૬પ લાખ ચૂકવ્યા છતાં જમીનનું સાટાખત કરાવી લીધુઃ રાજકોટના અલ્પેશ દોગા, તુલસી નાથાણી અને જેતપુરના હાર્દિક સામે ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૦ :.. તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતા શૈલેષભાઈને રૂપિયાની જરૂરિયાત પડતા ફાઇનાન્સ કંપની માંથી લીધેલ રૂ. ૭.૫૦ ની લોન સામે કુલ મળી રૂ. ૬૫ લાખ ચૂકવવા છતાં ૩ શખ્સો એ ૨૦ ટકા વ્યાજ માગી રૂપિયા ૨૮ લાખ ની ઉઘરાણી કરી શૈલેષભાઈ ની પત્નીને ઉપાડી જવા તેમજ મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
બનાવની વિગત એવી છે કે સ્ટેશન વાવડી ગામે રહેતા શૈલેષભાઈ ધનજીભાઈ ભુવા ને રૂપિયાની જરૂરિયાત પડતા મની પ્લસ ફાઇનાન્સ નામની પેઢી કે જેમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિનુભાઈ નારણભાઈ પાદરીયા ને વાત કરતા તેમણે આ કંપની ના માલિક અલ્પેશ દોંગા સાથે વાત કરી લોન કરાવી આપેલ રૂ. ૭.૫૦ લાખની સામે તેની જમીનના તા. ૨૬/૮/૨૨ ના બે દસ્તાવેજો કે જેમાં એક તુલસી ઘુસાભાઇ નાથાણી અને બીજો પોતાના નામે કરાવી લીધેલ ત્યારે દોઢ ટકા લેખે વ્યાજ નક્કી થયેલ હોય રેગ્યુલર દોઢ વર્ષ વ્યાજ ભરેલ બાદ વિનુભાઈ પાદરિયાનો દીકરો હાર્દિક ધાક ધમકી આપતા કટકે કટકે રૂપિયા લઈ ગયેલ તેમજ જામીનગીરી માં આપેલ દસ્તાવેજ ની વાડીનો કબજો સોંપી આપવા ધમકી આપેલ અથવા રૂ. ૭૦ લાખ આપી દેજે નહીંતર તારી પત્નીને ઉપાડી જશું અને હવે ૨૦ ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે તેવી ધમકી આપેલ જેથી તેની સાથે સમાધાન કરી રૂ ૩૫ લાખ આપવાનું નક્કી થયેલ જેમાંથી ફરી ૭.૫૦ લાખ રૂપિયા આપેલ આમ કુલ ૭.૫૦ લાખની લોન માં ૬૫ લાખ ચૂકવવા છતાં હજુ ૨૮ લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આ જમીન ના એક દસ્તાવેજ નું સાટાખત વડાસડા ના અરવિંદભાઈ સુવા કરી આપતા શૈલેષભાઈ ભુવા ની ફરિયાદ ઉપર થી તાલુકા પોલીસે અલ્પેશ દોંગા ( રાજકોટ), હાર્દિક વિનુભાઈ પાદરિયા (જેતપુર) તુલસી ઘુસાભાઇ નાથાણી (રાજકોટ) વિરુદ્ધ બી.એન.એસ. ૩૫૧(૨), ૩૫૨, ૫૪ નાણાધીર ધાર ની કલમ ૪૦,૪૨(ક) (ઘ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
