<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કેશોદમાં વહેલી સવારથી ભારે પવન સાથે જોરદાર વરસાદ

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૦:  વિસ્‍તારમાં આજ વહેલી સવારથી ભારે પવન સાથે જોરદારવરસાદ વરસી રહેલ છે. ગત રાત્રી થી શરૂ થયેલ વાતાવરણ બાદ મેઘ રાજાએ સવારથી સતત વરસવાનું ચાલુ રાખતા માર્ગો પર સર્વત્ર પાણી છવાઈ ગયેલી છે.

કેશોદ પંથકમાં લગભગ અઢી થી ત્રણ વરસાદ પડે છે વરસાદના કારણે નદીનાાળાઓ છલકાઈ જવા પામેલ છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસને લગભગ પચ્‍ચીસ દિવસ જેવો સમય વીતી જવા પામેલ છે પરંતુ આ માસમાં વરસાદની જરૂરત હોવા છતાં કોઈ ખાસ વરસાદ પડવા પામેલ ન હતો તેમના પરિણામે ખેડૂતોએ પિયત શરૂ કરેલ હતું પરંતુ શ્રાવણ માસના અંતિમ ચરણોમાં પડેલ આ વરસાદ સમગ્ર શ્રાવણ માસ દરમિયાનનો સૌપ્રથમ નોંધપાત્ર વરસાદ નોંધાયેલ છે.

(12:23 PM IST)