તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
પોરબંદરમાં ર કલાકમાં વધુ અઢી ઇંચ : કુતિયાણામાં દોઢ ઇંચ : રાણાવાવમાં ઝાપટા : બરડા ગ્રામ્યમાં વરસાદ
ગઇકાલે સવારથી આજ સવાર સુધીમાં ૪ ઇંચ બાદ આજે સવારે મેઘરાજા ફરી વરસી પડયા ભારે પવન સાથે વરસાદમાં બીરલા હોલ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી : મહિલાને ઇજા : બોખીરા નજીક હોટલમાં પાણી ઘુસ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦ : પોરબંદર જીલ્લામાં ગઇકાલથી મેઘરાજાનું આગમન થયું છે. આખી રાત્રી વરસાદ ચાલુ રહેતા આજ સવાર સુધીમાં ૪ ઇંચ નોંધાયો હતો. ત્યાર પછી આજે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં વધુ અઢી ઇંચ પોરબંદર શહેરમાં પડી ગયો હતો. કુતિયાણામાં દોઢ ઇંચ તેમજ રાણાવાવમાં આજે સવારે ઝાપટા વરસ્યા હતા.
બરડા ડુંગર ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલથી સમયાંતરે ભારેથી મધ્યમ વરસાદ પડવાનું ચાલુ છે. જીલ્લામાં સાર્વત્રીક વરસાદને ખેડુતો કાચા સોના જેવો ગણાવી રહયા છે. ગાજ વિજ વિના શાંતિપુર્ણ વરસાદ પાછોતરા ખેતી પાક માટે ફાયદાકારક ગણાય છે.
જીલ્લા કંટ્રોલ મુજબ આજે સવારે ૮ થી ૧૦ સુધીમાં પોરબંદર ૬૪ મી.મી., રાણાવાવ ૮ મી.મી. તેમજ કુતિયાણામાં ૩૬ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગઇકાલે સાંજે પવન સાથે વરસાદ પડતા જન્માષ્ટમી લોકમેળો એક દિવસ રદ કરવામાં આવ્યો હતો. બિરલા હોલ રોડ ઉપર ભારે પવનમાં વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાને ઇજા થતા સારવાર માટે લઇ જવામાં આવેલ હતી.
બોખીરા પાસે એક હોટલમાં વરસાદના પાણી ભરાયા હતા. (૪.૬)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
