<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જાફરાબાદના દરિયામાં બોટ ડૂબી જતા લાપતા ૪ ખલાસીઓની શોધખોળ

કોસ્‍ટગાર્ડ અને ફીશરીઝ વિભાગ દ્વારા માછીમારોની ભાળ મેળવવા કવાયત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦:  રાજ્‍યભરમાં ભારે વરસાદની અગાહી વચ્‍ચે દરિયામાં માહોલ વધુ ખરાબ થયો છે અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદના મધ દરિયામાં ૧૮ નોટિકલ માઇલ દૂર રાજપરા અને જાફરાબાદની ૨ બોટ ભારે પવન વરસાદ વચ્‍ચે ડૂબી જતા માછીમારોમા દોડધામ મચી છે ૧૬ તારીખ માછીમારો માછીમારી કરવા અંદર ગયા હતા આજે દુર્ઘટના બની છે અંદર ભારે વરસાદ દરિયો ગાંડો તુર બનતા જાફરાબાદ શહેરની જયશ્રી તાત્‍કાલિક નામની બોટમાં ૯ ખલાસી સવાર હતા જેમાં ૫ ખલાસીઓને અન્‍ય બોટ ધારકો દ્વારા રેસ્‍કયુ કરી બચાવી લેવાયા છે હજુ ૪ ખલાસીઓ મળ્‍યા નથી અન્‍ય ઉના નજીક આવેલ રાજપરા બંદરની મુરલીધર બોટમાં ૯ ખલાસી હતા ૫ ખલાસીને બચાવી લીધા અને ૪ ખલાસી હજુ પણ ગુમ છે અન્‍ય બોટમાં કુલ ૧૦ ખલાસીને બચાવી લીધા છે કુલ ૮ ખલાસીની માછીમારો દ્વારા શોધખોળ હાથ ઘરવામા આવી છે. જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકીએ કહ્યુ ૨ બોટ ડૂબી છે બંને બોટમાં પાંચ પાંચ ખલાસી બચી ગયા છે અન્‍ય ખલાસીઓને અમારા માછીમારો બોટ ધારકો શોધખોળ કરે છે રેસ્‍કયુ કરી બીજાને બચાવી લીધા છે.જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું હાલ વાતાવરણ અંદર વધારે ખરાબ છે બધી બોટ પરત આવી રહી છે વરસાદના કારણે વધુ ખરાબ સ્‍થિતિ છે ભારે પવન વરસાદ અંદર દરિયામાં ઉડી રહ્યો છે.

 દરિયામાં વાતાવરણ ખરાબ હોવાથી હેલીકોપટરને જવું મુશ્‍કેલ છે રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાનો સંપર્ક કરતા કહ્યું બે બોટ ડૂબી છે એક જાફરાબાદની એક ગીર સોમનાથ જિલ્લાની છે બંને માં ચાર ચાર લોકો મળતા નથી શોધખોળ ચાલે છે પીપાવાવ કોસ્‍ટગાર્ડને જાણકારી  પરંતુ હાલમાં અંદરના વાતાવરણના કારણે કોસ્‍ટગાર્ડનું હેલીકોપટર નહીં જય શકે કોસ્‍ટગાર્ડની નજીકનીબોટજશે. દરમિયાન રાત્રે જાફરાબાદની વધુ એક દેવકી નામની બોટ ૩૫ નોટીકલ માઈલ દુર ડુબી ગઈ હોવાના સમાચાર મળ્‍યાં છે આ બોટની પાસે રહેલી અન્‍ય બોટે શિયાળબેટના વતની ૧૦ ખલાસીઓ પૈકી ૭ ને બચાવી લીધા છે અને તેમાં ૩ લાપતા છે આમ લાપતા ખલાસીઓની સંખ્‍યા ૧૧ થઈ છે. જાફરાબાદથી શ્રી કનૈયાલાલ સોલંકીએ જણાવ્‍યુ હતુ કે, અત્‍યારે માછીમારો વીએચએફ અને સેટેલાઇટ ફોનની મદદથી સંપર્કમાં છે પરંતુ ૨૦૦ જેટલી બોટો હજુ પરત આવી નથી અને વરસાદના અતિ ખરાબ વાતાવરણને કારણે બોટને કાંઠે આવવુ અઘરૂ બની રહયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંડાતૂર બનેલા દરિયામાં પહેલી વખત જ એક સાથે ૧૧ જેટલા ખલાસીઓ લાપતા થયા છે જે કદાચ ઇતિહાસમાં પહેલી વખત જ હશે. 

(12:50 PM IST)