તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વિસાવદરમાં મેઘરાજાની પધરામણીઃ વહેલી સવારથી ૧ ઈંચ વરસાદ
મોસમનો કુલ વરસાદ ૨૭ ઈંચ : ગયા વર્ષ કરતાં ખૂબ જ અપુરતો વરસાદ : ધીમી ધારે વરસાદના પ્રારંભથી મગફળી, સોયાબીન સહિતના પાક માટે કાચા સોના સમાન વરસાદ : ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે વરસાદ શરૂ થતા મુરઝાઈ રહેલા પાકની વળધ્ધિ સભર, તમામ પાકને ફાયદાના અણસાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૦: વિસાવદરમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી આ લખાઈ રહ્યું છે ત્યારે સવારના ૧૦ વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ ખાબકયો છે. મોસમનો કુલ વરસાદ ૨૭ ઈંચ નોંધાયો છે જે આગલા વર્ષોના પ્રમાણમાં ખૂબ જ અપુરતો છે. આમછતાંય ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકની વળધ્ધિ સભર, તમામ પાકને ફાયદાના અણસાર છે.
વિસાવદરમાં હાલ વરસી રહેલો વરસાદ મગફળી, સોયાબીન સહિતના પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. થોડા દિવસ વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો હતો એવામાં આખરે વરસાદ શરૂ થતાં પાકની વળધ્ધિ હવે સરભર થઈ જશે અને હાલ થઈ રહેલો વરસાદ તમામ પાક માટે ફાયદાકારક છે તેમ જાણકારોનું માનવું છે. વરસાદ ખેંચાતા મગફળી, સોયાબીન સહિતના પાકને બચાવવા માટે ખેડુતો પિયત આપવાની મહેનતમાં પડયા હતા. અમુક ખેડૂતોએ તો પિયત કરી દીધું હતું તો અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આખરે મેઘરાજાની પધરામણીથી મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. અગાઉ જે વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો હતો. હાલ થઇ રહેલા વરસાદથી પાકની વળધ્ધિ સરભર થઈ જશે. હાલ મગફળીના સુયા જમીનમાં બેસવાનો સમય છે. આ સમયે શાંતિપૂર્ણ રીતે વરસતો વરસાદ મગફળી તેમજ સોયાબીન, કપાસ સહિતના પાકને ફાયદો થશે.ઘણા દિવસો સુધી રાહ જોયા બાદ આખરે જરૂરિયાત મુજબનો વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. હજુ જળસ્ત્રોત ત સજીવન થાય એ માટે નદી નાળાઓમાં વહેતા થાય એવો વરસાદ પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
