<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જામનગરનાં જામવાડી અને વાંસજાળીયામાં ૨ ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજાની મહેરથી પાકને ફાયદો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી લઇને ૨ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં જામવાડી અને વાંસજાળીયામાં ૨ ઇંચ, ધ્રાફા, હરીપરમાં પોણા ૨ ઇંચ, મોટી ભલસાણમાં દોઢ તથા દરેડ અને મોટા પાંચ દેવડામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

જયારે પરડવા, શેઠ વડાળા, સમાણા, નગાગામ, ભણગોર, પડાણા, મોડપરમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે

(1:13 PM IST)