<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કાલાવડમાં ૨ કલાકમાં પ ઇંચ ખાબકયો

જામનગર જીલ્લાના જુદા જુદા વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ર૦: જામનગર જીલ્લાના કાલાવડમાં આજે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે.

આજે સવારથી જામનગર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. જેમાં બપોરના ૧ર થી ર દરમિયાન કાલાવાડમાં પ ઇંચ વરસાદ પડયો છે. જેના કારણે અનેક વિસ્‍તારોમાં વરસાદી પાણી ફરી વળ્‍યા છે.

જયારે જામનગર જીલ્લાના ધ્રોલ અને લાલપુરમાં અડધો ઇંચ, તથા જામનગર શહેર અને જોડીયામાં વરસાદી ઝાપટા પડયા છે.

(4:18 PM IST)