<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મેંદરડા-જુનાગઢ પંથકમાં વરસાદથી અનેક રસ્‍તાઓ બંધ

તમામ શાળાઓમાં રજા : મધુવંતી નદીના પ કોઝ-વેના રસ્‍તા ઉપર અવરજવર રોકી દેવાઇઃ મેંદરડામાં સ્‍મશાનની દિવાલ પડી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. માણાવદર નગરપાલિકા વિસ્‍તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકોને સ્‍થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેમાં સતવારા સમાજ, ડો. આંબેડકર ભવન, કોમ્‍યુનીટી હોલ ખાતે વ્‍યવસ્‍થા કરાઇ છે. સ્‍થળાંતરીત લોકો માટે જમણવારની સુવિધા તેમજ પ્રાથમિક જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાઇ છે.

આજરોજ સવારે ૬ થી ૧૦ વાગ્‍યા સુધીમાં રપ૦ મીમી. વરસાદ મેંદરડામાં પડતા મધુવંતી નદીના પ કોઝવે પર ઓવરટોપિંગ - રસ્‍તો બંધ છે. દાત્રાણા-બગડું રસ્‍તા પરથી પાણી જતુ હોય રસ્‍તો બંધ કરાવમાં આવેલ છે. હાજર છે. મેંદરડા -જુનાગઢ રોડ ખુલ્લો છે. વાહન અવરજવર ચાલુ છે.

તમામ સ્‍કુલોમાં રજા જાહેર કરાઇ છે.

૩પ -૪૦ લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્‍યાએ શિફટ કરાયા છે.

મીઠાપુર અને દાત્રાણા ગામે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાય છે. સાવચેતી અપાઇ છે. મેંદરડા ગામમાં આવેલ સ્‍મશાનની દિવાલ પડી ગયેલ છે. કોઇ જાનહાની નથી.

આ ઉપરાંત માંગરોળ કામનાથ ચોટલી વીરડી રોડ પાણખાણ શીલોદર રોડ કરેણી ધાબાવડ રોડ અમરાપુર આંબલગઢ તરસીગડા રોડ દેવગામ લાડુડી રોડ અમરાપુર કાત્રાસા રોડ મેદરડા લુશાળા ખોખરડા રોડ અગતરાય આખા ટીકર માણાવદર રોડ મેંદરડા સાસણ રોડ રૂદલપુર ગોરેજ ચર રોડ જૂનાગઢ ખડીયા મેદરડા રોડ મંગલપુર જોનપુર બામણાસા રોડ કેશોદ માંગરોળ રોડ બંધ કરાયો છે. (૪.૯)

(3:21 PM IST)