<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદમા હાઈવેથી 700 મીટર દૂર ફસાયેલા લોકોને બોટની મદદથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડાયા ;જુઓ વિડીયો

ફાયર વિભાગ ખંભાળિયા તથા કલ્યાણપુર મામલતદાર ની ડિઝાસ્ટર ટીમ દ્વારા કામગીરી : તંત્રએ રાહતનો શ્વાસ લીધો

કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૦ ;  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ખાનગી કંપનીના 15 જેટલા વ્યક્તિઓ હાઈવેથી 700 મીટર દૂર અંદરના ભાગમાં હતા. જેમાં ચારે તરફથી પાણી આવી જતા ખુલ્લા પટ માં આ ફસાઈ ગયા હતા જેમને ફાયર વિભાગ ખંભાળિયા તથા કલ્યાણપુર મામલતદાર ની ડિઝાસ્ટર ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી અને પાણીમાંથી દૂર બોટની મદદથી બહાર કાઢી અને સલામત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

(4:49 PM IST)