<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કચ્છના અંજાર, ગાંધીધામ, લખપત, અબડાસામાં દોઢ ઇંચ, ભુજ, ભચાઉમાં પોણો ઇંચ

ગોરંભાયેલા આકાશ વચ્ચે ઝાપટા સાથે છૂટો છવાયો વરસાદ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ૧૨ કલાકમાં ઝાપટા સાથે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. કાંઠાળ પટ્ટીમાં લખપત, અબડાસા, ગાંધીધામ અને અંજારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ભચાઉ અને ભુજમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર મુન્દ્રા, માંડવી અને રાપરમાં ઝરમર ઝરમર વરસાદ છે. જોકે, કચ્છમાં આ વખતે વરસાદની પેટર્ન કાંઈ અલગ હોય એમ તાલુકા મથક કરતા અમુક ગામોમાં છૂટો છવાયો ધોધમાર વરસાદ નોંધાયો છે.

(6:34 PM IST)