તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 20th August 2025
કલ્યાણપુરમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો:હર્ષદ- ગાંધવી બજારમાં પાણી ભરાયા: રાવલ-કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ
મૂશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક વધી: સાની ડેમના પાણી કલ્યાણપુર-રાવલ માર્ગ પર ફરી વળ્યા

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. યાત્રાધામ હર્ષદ-ગાંધવી ખાતે બજારમાં પાણી ભરાયા અને દર્શનાર્થીઓ માટે બનાવાયેલા મંડપ પણ ધરાશાયી થયા છે. વધુમાં, કલ્યાણપુરમાં અવિરત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
આટલું જ નહીં, ભારે વરસાદ હોવાથી રાવલ-કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક વધી છે અને એમાંય સાની ડેમના પાણી કલ્યાણપુર-રાવલ માર્ગ પર ફરી વળ્યા છે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
