<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ભાવનગરમાં ભારે વરસાદથી ગારીયાધારનું પરવડી ગામ બેટમાં ફેરવાયું

નીચાળવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા : ઘરવખરીને મોટાપાયે નુકશાન : રસ્તા જળમગ્ન બન્યા :વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો

ભાવનગરમાં ભારે વરસાદથી ગારીયાધારનું પરવડી ગામ બેટમાં ફેરવાયું છે.. સતત ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું છે. આ જળબંબાકાર વરસાદથી ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે.

ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વધુમાં જોઈએ તો, કેટલાંક રસ્તા જળમગ્ન બન્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયું છે.

(6:46 PM IST)