News of Wednesday, 20th August 2025
સૌરાષ્ટ્રમાં ૨૦ અને ૨૧ ઓગસ્ટ ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટર ઓમ પ્રકાશની સૂચના

રાજકોટ: ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં ૨૦ અને ૨૧ ઓગસ્ટનાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેથી રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટર ઓમ પ્રકાશે સૂચના આપી છે.
જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ, તાલુકા નોડલ અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીશ્રીઓએ પોતાના કર્મચારીઓ સાથે મુખ્ય મથક પર રહેવા કલેકટર ઓમ પ્રકાશે આદેશ આપ્યો છે.
આઇ.એમ.ડી.ના અહેવાલ મુજબ તા.૨૦ અને તા.૨૧ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી, ફરજ પરનાં અધિકારીઓ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે નિવારક પગલાં લેવાનું સુનિશ્ચિત કરશે. ઉપરાંત જો કોઈ આપત્તિજનક ઘટના બને તો તાત્કાલિક જિલ્લા આપત્તિ નિયંત્રણને જાણ કરવા કલેકટરએ સુચના આપી છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
