તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વેરાવળ બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવાયું : માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
સ્થાનિક લોકોને પણ દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ

વેરાવળ : ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક લોકોને પણ દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ પગલાં જાનહાનિ ટાળવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
