<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ભીમનાથ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેનોની ખાસ સુવિધા કરાઈ

ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળાની સુવિધાઃભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી શેર કરી છે

ભાવનગર, તા.૨૦

પશ્ચિમ રેલવે દ્વારા "ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળા" દરમ્યાન ભાવનગર મંડળ હેઠળ આવતા ભીમનાથ રેલવે સ્ટેશન પર ૨૩.૦૮.૨૦૨૫ (શનિવાર) એ ત્રણ ટ્રેનોની ખાસ સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી શેર કરી છે.આ ૩ ટ્રેનોની રહેશે સ્પેશિયલ સુવિધા

૧.ટ્રેન નંબર ૨૦૯૬૫/૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. ૨૩.૦૮.૨૦૨૫ (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર ૨ મિનિટ માટે રોકાશે (માત્ર એક દિવસ).

૨.ટ્રેન નંબર ૫૯૫૫૩/૫૯૫૫૪ ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ તા. ૨૩.૦૮.૨૦૨૫ (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર ૧ મિનિટની જગ્યાએ ૨ મિનિટ રોકાશે (માત્ર એક દિવસ).

૩.ટ્રેન નંબર ૫૯૫૫૫/૫૯૫૫૬ ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ તા. ૨૩.૦૮.૨૦૨૫ (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર ૧ મિનિટની જગ્યાએ ૨ મિનિટ રોકાશે (માત્ર એક દિવસ).

૨૭ ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી

વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી ૨૭ ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

રદ કરાયેલી ટ્રેનો

૦૧-ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૭.૦૮.૨૦૨૫ ના રોજ રદ (Cancel) રહેશે.

૦૨-ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.

 

(11:14 PM IST)