તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 20th August 2025
કુકાવાવ PGVCL કચેરીનો કિસાન સંઘ દ્વારા ઘેરાવ: વીજળીના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ : ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દિવસ દરમિયાન વીજળી 4 થી 5 કલાક સુધી બંધ રહે છે, જેના કારણે તેમને ખેતીકામમાં ભારે મુશ્કેલી પડી રહી છે

અમરેલી જિલ્લાના કુકાવાવમાં આવેલા PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરીનો ભારતીય કિસાન સંઘ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા આ વિરોધ અવારનવાર થતા વીજફોલ્ટ અને અનિયમિત વીજળી પુરવઠાને કારણે કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દિવસ દરમિયાન વીજળી 4 થી 5 કલાક સુધી બંધ રહે છે, જેના કારણે તેમને ખેતીકામમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, ખેડૂતોએ રોષે ભરાઈને કચેરીનો ઘેરાવ કર્યો હતો. કિસાન સંઘે તંત્રને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને ખેડૂતોને યોગ્ય વીજળી પૂરી પાડવા માટે માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
