<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મોરબીના સોખડા ગામે વીજળી પડવાથી અવસાન પામેલ મૃતકના પત્નીને રૂ.૪ લાખની સહાય અર્પણ.

આપત્તિ વ્યવસ્થાપન હેઠળ મૃતકના પત્નીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સહાયનો ચેક અપાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીમાં તાજેતરમાં આકાશી વીજળી પડવાથી અવસાન પામેલા મુકેશભાઈના વારસદારને સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ચાર લાખની સહાય આપવામાં આવી છે.

     તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સોખડા ગામના મુકેશભાઈ નરભેરમ સુરેલાનું દુઃખદ અવસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન હેઠળ તેમના વારસદારને સહાયરૂપ બનવાના ભાગરૂપે મુકેશભાઈ સુરેલાના પત્ની ચંદ્રિકાબેન મુકેશભાઈ સુરેલાને મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર દ્વારા રૂ. ૪ લાખનો સહાયનો ચેક અર્પણ ક૨વામાં આવ્યો હતો.

(11:39 PM IST)