News of Wednesday, 20th August 2025
માણાવદરમાં વરસાદી કહેર : પાદરડી ગામમાં વરસાદી પાણીના પ્રવાહથી પાળા તૂટતા ભારે તારાજી
ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાદરડી ગામમાં વરસાદી પાણીના પ્રવાહથી ચારથી વધુ પાળા તૂટી ગયા છે. આ પાળા તૂટી જવાથી ગામમાં ભારે તારાજી થઈ છે. ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાથી જનજીવન પ્રભાવિત થયું છે
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
