<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જામ કલ્યાણપુરનો બંધધારા ડેમ ઓવરફ્લો: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાઈ ગયો

ગોજીનેશ ગામ પાસે તે દરિયામાં ભળતા હોય તેવા અદ્ભુત અને મનોહર દ્રશ્યો

જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા બંધધારા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તે ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતાં તેના પાણીનો પ્રવાહ શરૂ થયો છે, જેના કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. ડેમનું પાણી જે રીતે આગળ વધી રહ્યું છે, તેના કારણે ગોજીનેશ ગામ પાસે તે દરિયામાં ભળતા હોય તેવા અદ્ભુત અને મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

(11:43 PM IST)