તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 20th August 2025
પોરબંદરમાં સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી : અનેક રસ્તાઓમાં પાણી ભરાયા
વરસાદ પહેલાં ગટર સફાઈ અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું]

પોરબંદરમાં સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદ થતાં જ અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ખાસ કરીને ભારે હાલાકી થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. આ સ્થિતિ દર્શાવે છે કે, વરસાદ પહેલાં ગટર સફાઈ અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
