<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજુલાના દાતરડી ગામ નજીક ખેતરોમાં અચાનક પાણી ભરાઈ જતા પાંચ ખેડૂતો ફસાયા: તમામનું રેસ્ક્યુ કરાયું

NDRFની ટીમે ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પાંચ ખેડૂતોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ખેતરોમાં અચાનક પાણી ભરાઈ જવાથી પાંચ ખેડૂતો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પાંચ ખેડૂતોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ સફળ કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.  

(11:58 PM IST)