<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પોરબંદર અને જાફરાબાદ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા કડક સૂચના અપાઈ

પોરબંદર અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનની આગાહીને કારણે, બંને પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ સંભવિત ખતરાની ચેતવણી આપે છે, જેના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. આ સિગ્નલ બાદ, માછીમારોને તાત્કાલિક માછીમારી માટે દરિયામાં ન જવા અને જે બોટ દરિયામાં હોય તેમને નજીકના બંદર પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે. પોરબંદરના દરિયાકિનારે માછીમારીની બોટો પરત ફરતી નજરે પડી રહી છે. જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં પણ સિગ્નલ લગાવીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી, માછીમારોને કડક સૂચના અપાઈ છે કે તેઓ દરિયામાં પ્રવેશ ન કરે. આ પગલાં માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.

(12:01 AM IST)