<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે લાઠીનું ધોળકિયા સરોવર ઓવરફ્લો થયું

સરોવર ઓવરફ્લો થવાથી આસપાસના 10 ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે લાઠીનું ધોળકિયા સરોવર ઓવરફ્લો થયું છે. લાંબા સમયથી સરોવરમાં નવા નીરની રાહ જોઈ રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો માટે આ એક ખૂબ જ ખુશીના સમાચાર છે. સરોવર ઓવરફ્લો થવાથી આસપાસના 10 ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે. આ પાણીનો ઉપયોગ શિયાળુ અને ઉનાળુ પાકના સિંચાઈ માટે થઈ શકશે, જેનાથી પાક ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે

(12:06 AM IST)