<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મોરબીના રેલ્વે સ્ટેશનથી ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.

બાળક આશરે ૧૫ વર્ષની ઉમરનું હોય મૂળ બિહારનું વતની :

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  શહેરના રેલ્વે સ્ટેશન પાસેથી ભૂલું પડેલ બાળક મળી આવતા RPF પીઆઈ એમ પી સૈનીએ જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને જાણ કરવામાં આવી હતી બાળક આશરે ૧૫ વર્ષની ઉમરનું હોય મૂળ બિહારનું વતની હોવાનું જાણવા મળ્યું હતું જે ભૂલથી મોરબી આવી ગયું હતું.

જેથી જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા તાત્કાલિક ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રમાબેન ગડારાને માહિતી આપવામાં આવી હતી અને બાળકને શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ બેલા ખોખરા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો બાદમાં સંસ્થાના અધિક્ષક દ્વારા બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં રજુ કરવામાં આવ્યું હતું કમિટીના ચેરમેન અને મેમ્બરોની હાજરીમાં બાળકને તેના ભાઈ સાથે મિલન કરાવ્યું હતું.


 

(12:11 AM IST)