તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 21st August 2025
મોરબીની જવાહર સોસાયટીના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.
આરોપીના મકાનમાંથી રૂ ૧૫,૬૦૦ ની કિમતની ૧૨ બોટલ મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલના મુદામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે જવાહર સોસાયટીમાં રહેતો મહેશ મકવાણા તેના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી રૂ ૧૫,૬૦૦ ની કિમતની ૧૨ બોટલ મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને આરોપી મહેશ ધનજી મકવાણાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
