તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 21st August 2025
ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે શાળા -કોલેજ કાલે રહેશે બંધ : તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ.માં કાલે તા. 21 ઓગસ્ટને ગુરુવારના રોજ તંત્ર દ્વારા રજા જાહેર

ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તેમજ સલામતીને ધ્યાનમાં લઈ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ.માં આવતીકાલે તા. 21 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ મુજબ અતિભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જવા અને વાહનવ્યવહારમાં મુશ્કેલી થવાની શક્યતા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળા કે કોલેજ સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
