News of Thursday, 21st August 2025
મચ્છુ-૨ ડેમ પાસે ૧૦૦ એકર જગ્યામાં બની રહ્યું છે ‘નમો વડ વન'

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૧: ધારાસભ્ય કાંતિલાલના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ દ્વારા જોધપર નદી સામે ડેમ બાજુના રસ્તામાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસે ૧૦૦ એકર જગ્યામાં નમો વડ વન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વન સદભાવના વળદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આનું કામ ૧ ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. અહીં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી પહેલા તબક્કામાં ૭.૫ લાખ વળક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કામ ૫ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનો તા.૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. તેઓ ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. જે નિમિત્તે આ વનમાં ૭.૫ લાખ વળક્ષો હશે.
આ વનમાં બીજા તબક્કામાં ૨.૫ લાખ વળક્ષો ઉમેરાશે. મિયાવાકી પદ્ધતિથી આ તમામ વળક્ષો માત્ર ૨ જ વર્ષમાં મહાકાય બની જશે. ત્યારે આ જંગલ એકદમ ગાઢ બની જશે. અહીં ૪ તળાવ પણ બનાવવામાં આવશે. આ સાથે ૪ ગજીબા પણ બનાવાશે. ઉપરાંત આ જંગલને જોઈ શકાય તે માટે સુંદર આંતરિક રસ્તાઓ પણ બનાવવામાં આવશે. અહીં હાલ ૫૧ પ્રકારના વળક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં ફળ-ફુલ વક્ષોનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં વધુ ૨૦ પ્રક વળક્ષોનો ઉમેરો થશે. અહીં ફળ-ફુલના વળક્ષો હોવાથી પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરશે.
નમો વડ વનનું કામ પૂર્ણ થયા બાદ તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીમાં હાલ ફરવા લાયક કોઈ પ્રાકળતિક જગ્યા નથી. તેવામાં મોરબીની ભાગોળે જ આ વિશાળ કળત્રિમ જંગલ મોરબીની સુંદરતામાં વધારો કરશે. સાથોસાથ મોરબીવાસીઓનું પસંદગીનું સ્થળ બનશે. જ્યાં એકદમ પ્રાકળતિક વાતાવરણ અને નયનરમ્ય નઝારા હશે
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
