<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ઉના પાસે ગુપ્તપ્રયાગમાં આજથી ૩ દિવસ ભાદરવી અમાસનો મેળો

આ પવિત્ર સ્‍થળે ખુદ સ્‍વામિનારાયણ ભગવાને ઝાડ નીચે કથા કરી હતીઃ મહાપ્રભુએ પારાયણ કરી હતી

(નવીન જોશી દ્વારા) ઉના, તા. ર૧: નજીકના પૌરાણિક ગુપ્ત પ્રયાગમાં આજથી ૩ દિવસ ભાદરવી અમાસનો મેળો શરૂ થયો છે. શ્રધ્‍ધાળુઓ આ પવિત્ર સ્‍થળે પીપળે પાણી રેડીને પિતૃતર્પણ કરશે.

ઊનાના દેલવાડા થી બે કિલો મીટર દૂર ગુપત પ્રયાગ પ્રાચીન અને પૌરાણિક સ્‍થળ આવેલ છે. જ્‍યાં શ્રી, નળસિંહજી ભગવાન અને શ્રી બળદેવજી ભગવાનનું મંદિર આવેલું છે તેમના પરિસરમાં ગંગા કુંડ, વિષ્‍ણુ કુંડ, રુદ્ર કુંડ આવેલ છે. ચોથા કુંડ ત્રીસંગમ નામનો કુંડ આવેલ છે.જેમાં ત્રણ નદી નો સંગમ થાય છે જેમ ગુપ્ત રીતે ગંગા, યમુના અને સરસ્‍વતી નદી ના સંગમ થાય છે. ત્રીસંગમ કુંડના સાંનિધ્‍યમાં પિતળ તર્પણ કરવાનું વિશેષ મહત્‍વ છે. તેમજ મહાપ્રભુજી ની ૬૭ મી બેઠક આવેલી છે.

શ્રી મહાપ્રભુજી એ ભાગવત કથા પરાયણ કરી હતી. ખુદ સ્‍વામિનારાયણ ભગવાને રાયણ ના ઝાડ નીચે કથા કરી હતી તે ધાર્મિક સ્‍થળે વરસો ની પરંપરા મુજબ ભાદરવી અમાસ નિમિતે ત્રણ દિવસ નો લોક મેળો યોજાય છે. સમગ્ર સાધુ સમાજના પ્રમુખ સંત શ્રી મુક્‍તાનંદ બાપુ ના સાંનિધ્‍ય માં તેમના માર્ગ દર્શન હેઠળ ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ કમિટી દ્વારા સનાતન હિન્‍દુ અને ભારતીય સંસ્‍કળતિ ને ઉજાગર કરતો લોક મેળો તા.૨૧ ને ગુરુવાર થી મેળાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

ધ્‍વજા આરોહણ કરી ખુલ્લો મૂકવામાં  આવશે અને ત્રણ દિવસ સુધી આવતા તમામ યાત્રાળુ ઓ ને વિના મૂલ્‍યે ચા, પાણી, ભોજન આપશે. ભજીયાના બે સ્‍ટોલ રાખવામાં આવેલ છે જે ચોવીશ કલાક ચાલુ રહેશે. ૨૨ ના સાંજે ૭કલાકે ગંગા આરતી કરવામાં આવશે, મણીયારો રાસ યોજાશે.

રાત્રિના લોક ડાયરો યોજશે પ્રથમ તેરસના દિવસે  દીવ અને ઘોઘલા વિસ્‍તાર માંથી  લોકો તર્પણ કરશે અને ચૌદશ દિવસે ના રાત્રિ ના સમગ્ર સોરઠ અને ગુજરાત ભરમાંથી લોકો જેમના સ્‍વજનો અવસાન પામેલ હોય તેમને યાદ કરી  કુંડના કાઠે બેસી દીવો પ્રગટાવી આખી રાત પિતળ ને યાદ કરશે. ૨૩ ને શનિવારે સવારે મોક્ષ પીપળે પાણી રેડી પિતળ તર્પણ કરી શ્રધાંજલિ આપશે ત્રણ દિવસ સુધી ગામે ગામ થી ગોપી મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને ધૂન ભજન કરવામાં આવશે.

આ મેળામાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા પોલીસ અને હોમ ગાર્ડ, જી.આર.ડી. જવાનો બંદોબસ્‍ત જાળવશે એક લાખ થી વધુ લોકો મેળામાં આવી મજા માણશે.

(11:11 AM IST)