<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલઃ મહુવા પાા, ગારીયાધારમાં ૪ાા ઇંચ

આજે સવારથી મેઘરાજાનું જાર ઘટયુ પરંતુ વાદળા યથાવતઃ દરિયાઇ વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણી

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવો - ભારે વરસાદ કોઇ - કોઇ જગ્‍યાએ વરસાદ વરસી જાય છે. દરિયાઇ વિસ્‍તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયુ છે. અનેક નીંચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ જતા મુશ્‍કેલી સર્જાઇ છે. આજે સવારથી વરસાદનું જોર ઘટયું છે. તેમ છતાં વાદળછાયુ વાતાવરણ યથાવત છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  ભાવનગર જિલ્લામાં  અડધાથી સાત ઇંચ વરસાદ પડ્‍યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. જોકે સવારે છ થી આઠ બે કલાક દરમિયાન સવારે તડકો નીકળ્‍યો હતો.  મહુવા પંથકમાં વહેલી ગઈ રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  મહુવામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ ખાબકયો  છે. ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્‍થિતિ ઊભી થઈ છે. મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી જનજીવન ઙ્કભાવિત થયું છે.

 ભાવનગર જિલ્લામાં આજે સવારે ૬ વાગ્‍યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર - ૨ મી.મી., ઉમરાળા -૬ મી.મી., ભાવનગર ૧૧ મિ.મી., ઘોઘા -૪૪ મિમી, સિહોર -૧૬ મિ.મી., ગારીયાધાર -૧૧૧ મિ.મી., પાલીતાણા -૫૦ મિ.મી., તળાજા ૩૨ મિ.મી., મહુવા - ૧૩૫ મિ.મી. તથા જેસર ૬૭ મિમી વરસાદ વરસી ગયો હતો. આમ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લા ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત ઓવર ફલો થયો છે. ડેમ ના દરવાજા  ખોલવામાં આવ્‍યા છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ એ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્‍યું છે. તેમજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્‍યા હોય પાલીતાણા અને તળાજા ના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્‍યું છે.

 ટીમ એનડીઆરએફની સ્‍ટેન્‍ડબાય, જરૂર પડે ત્‍યાં મદદે દોડી જશે.

ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વચ્‍ચે એનડીઆરએફની ટીમ સ્‍ટેન્‍ડબાય છે અને જરૂર પડે ત્‍યાં મદદે દોડી જશે. ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ પાસેથી ઉપલબ્‍ધ વિગતો મુજબ ગત તા.૧૭ જુનથી ભાવનગરને એનડીઆરએફની ટીમ ફાળવાઈ છે જે યથાવત છે. આજે જિલ્લામાં મહુવામાં ભારે વરસાદની સ્‍થિતિ છે પરંતુ કોઈ મુશ્‍કેલી જણાય નથી. ભારે વરસાદની સ્‍થિતિમાં જરૂર પડે ત્‍યાં મદદે પહોંચવા એનડીઆરએફની ટીમ સજ્જ છે.

મહુવા સાવરકુંડલા હાઈવે બંધ કરાયો

ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદને કારણે ડાયવર્ઝનમાં ધોવાણને કારણે બપોરે ત્રણ વાગેમહુવા સાવરકુંડલા રોડ બંધ કરવામાં આવ્‍યો હતો.

બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ

હવામાન ખાતાની આગાહીને કારણે ભાવનગર ના બંદરો પર ભયસુચક ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્‍યું છે.

ગીર સોમનાથ

ગીરગઢડા  ૭પ મી. મી.

તાલાલા    ૧૪૪ મી. મી.

પાટણ-વેરાવળ     ૮૦ મી. મી.

સુત્રાપાડા   ૧૧૦ મી. મી.

કોડીનાર    ૬૪ મી. મી.

ઉના        ૪૯ મી. મી.

જામનગર

જામનગર   ૮ મી. મી.

જોડીયા             ૯ મી. મી.

ધ્રોલ                ૧૩ મી. મી.

કાલાવડ    ૧રપ મી. મી.

લાલપુર    ૧૪ મી. મી.

જામજોધપુર        ૩ મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા               ૧૧૯ મી. મી.

ખંભાળીયા  ૧૪ મી. મી.

કલ્‍યાણપુર  ૬૭ મી. મી.

ભાણવડ    ૪૩ મી. મી.

પોરબંદર

પોરબંદર   ર૬ર મી. મી.

રાણાવાવ   ૧૭૦ મી. મી.

કુતિયાણા   ૧૭૬ મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડિયા    ર૪ મી. મી.

બાબરા             ૧પ મી. મી.

લાઠી                પ૭ મી. મી.

લીલીયા    ૪૬ મી. મી.

અમરેલી    ૩પ મી. મી.

બગસરા    ૩૮ મી. મી.

ધારી                ૩૧ મી. મી.

સાવરકુંડલા પપ મી. મી.

ખાંભા               ર૦ મી. મી.

જાફરાબાદ  પ૩ મી. મી.

રાજૂલા              ૧૦૬ મી. મી.

રાજકોટ

પડધરી             ર૬ મી. મી.

રાજકોટ     ૬૧ મી. મી.

લોધીકા     ૧૮ મી. મી.

કોટડાસાંગાણી      ર૬ મી. મી.

જસદણ     ર મી. મી.

ગોંડલ              ૧૮ મી. મી.

જામકંડોરણા        ૪ મી. મી.

ઉપલેટા     ૧૦ મી. મી.

ધોરાજી             ૧પ મી. મી.

જેતપુર             ૧૦ મી. મી.

વિંછીયા     ૧ મી. મી.

મોરબી

માળીયામિંયાણા    ૮ મી. મી.

મોરબી              ૬ મી. મી.

ટંકારા               ર૬ મી. મી.

વાંકાનેર    ૯ મી. મી.

હળવદ              ર૧ મી. મી.

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા             ર મી. મી.

લખતર             ૪ મી. મી.

મુળી                ૮ મી. મી.

ચોટીલા     ૬ મી. મી.

સાયલા             ૭ મી. મી.

ચુડા        ૧પ મી. મી.

થાન                ર મી. મી.

બોટાદ

રાણપુર     ૪ મી. મી.

ગઢા                પ મી. મી.

બરવાળા       પ મી. મી.

(11:32 AM IST)