<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મીઠાપુર નજીક આવેલ સોસાયટી વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાયા

 

મીઠાપુર, ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલ સોસાયટી વિસ્‍તારમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ કંઇ નવું નથી સ્‍થાનિકો પણ જાણે કે આ બાબતે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્‍તાર માં સ્‍થાનિક વેપારીઓ તેમજ આગેવાનો લાખો રૂપિયાના પોતાના સપનાના ઘર એટલે કે ઘરના ઘરમાં વસવાટ કરે છે, પરંતુ ચોમાસુ શરૂ થતાં જ અને વરસાદ આવતા વેત જ આ સોસાયટી જાણે કે બેટમાં ફેરવાઈ જાય તેવી સ્‍થિતિ સર્જાઈ જાય છે. પ્રિ મોન્‍સુન કામગીરી માત્રને માત્ર કાગળ પર જ થતી હોય એવી પણ લોકચર્ચા ઉઠી છે. હાલ તો વરસાદે વિરામ લીધો હોય વરસાદી પાણી એમને એમ જ નીકળી જાય તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે જ્‍યારે તંત્ર વામણું સાબિત થયું છે. (તસ્‍વીર-અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા, મીઠાપુર)

(11:52 AM IST)