<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મહુવા- ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયાઃ વાહન વ્‍યવહારને ભારે અસર

લાઇટ હાઉસ અને બંદર ગામને જોડતા પુલ ઉપર પાણી ફરી વળતા સંપર્ક ખોરવાયો

મહુવા તા.૨૧: મહુવા પંથકમાં ચાર ઈંચ ઉપરાંત નો ધોધમાર જોરદાર વરસાદ વરસી જતાં ઠેર ઠેર નદી નાળાઓ છલકાયાં મહુવા તાલુકાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિચાણવાળા વિસ્‍તારોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું ઉપરાંત અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગ બંધ થતાં વાહન વ્‍યવહાર ખોરવાયો છે.

ભાણવડ ખાતે આવેલ ૬૬ કે ની સબસ્‍ટેશનમાં વરસાદી પાણી ઘુસી ગયા છે, મોટા પીપાળવા રેલવેના નાળા પાસે વરસાદી પાણી ભરાતાં માર્ગ વાહન વ્‍યવહાર બંધ થયેલ છે. તદ્‌ ઉપરાંત મહુવા સાવરકુંડલા અમરેલી સ્‍ટેટ હાઇવે ભાદરા ગામ પાસે ડાઈવર્ઝનમાં વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયેલ છે, કણકોટ ગામે રામતીલા નદી પરનો પુલ તુટી જતાં ત્‍યાં આગળ પણ વાહન વ્‍યવહાર ખોરવાયો ગયો હતો, માલણ નદી પરનો માલણ ડેમ પણ ઓવરફ્‌લો થયો હોવા ના સમાચાર મળી રહ્યા છે ઉપરાંત લાઈટ હાઉસ અને બંદર બન્ને ગામોને જોડતા પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા મહુવા સાથે સંપર્ક વિહોણા થયા છે અને ત્‍યાં બન્ને ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળેલ છે.

આ ઉપરાંત મહુવા તાલુકાના અનેક ગામોમાં નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં હોવાંના સમાચાર મળી રહ્યા છે આ વરસાદના પગલે મહુવા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠેક ઠેકાણે નાના મોટી નુકસાની થયું હોવાનું જાણવા મળેલ છે ઉપરાંત મહુવા શહેર માં પણ સોસાયટી વિસ્‍તારોમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળેલ તેવું રહીમ આર વસાયાએ યાદીમાં જણાવાયું છે.(

(12:04 PM IST)