<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પોરબંદરમાં પાણી ભરાવવાની સમસ્‍યાઃ વિવિધ વિસ્‍તારોમાં નિરીક્ષણ કરતા કલેકટરશ્રી ધાનાણી

પોરબંદર, તા. ર૧: ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્‍યાને લઇને કલેકટરશ્રી એસ. ડી. ધાનાણી અને મહાનગરપાલિકા કમીશનરશ્રી હસમુખભાઇ પ્રજાપતિએ નીચાણવાળા સહિત વિવિધ વિસ્‍તારોનું નિરીક્ષણ કર્યુ હતું.

જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને  જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણી અને મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિએ પોરબંદર શહેરના વિવિધ વિસ્‍તારોની મુલાકાત કરીને સ્‍થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા કલેક્‍ટરશ્રી અને  મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરના મીરા નગર, પારસ નગર, રેલવે અંડરબ્રિજ વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યાને નિરાકરણ અર્થે મુલાકાતમાં કરી હતી અને સ્‍થળ નિરીક્ષણ કરીને પાણીના યોગ્‍ય રીતે ઝડપી નિકાલ થાય તે માટે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કલેક્‍ટરશ્રી વધુ પાણી ભરાતા વિસ્‍તારના લોકોને યોગ્‍ય જગ્‍યાએ સ્‍થળાંતરિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન સિટી એન્‍જિનિયર શ્રી જયદિપસિંહ રાણા સહિતના મહાનગરપાલિકાના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.(૬.૧ર)

(12:10 PM IST)