તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 21st August 2025
અમરેલી જીલ્લામાં સર્વત્ર મેઘમહેર : ડેમ- નદી - નાળા છલકાયા
મગફળી, કપાસ સહિતના પાક ઉપર સમયસર વરસાદથી ફાયદો થશે : અનેક જગ્યાએ પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: અમરેલી જિલ્લામાંમઘા નક્ષત્રમાં સાર્વત્રીક વરસાદના કારણે ખેતીપાકોને મોટો ફાયદો થશે અમરેલી જિલ્લામાં ગત રાત્રીથી આજે દિવસ દરમિયાન અડધાથી પાંચથી છ ઈંચ જેવો ધોધમાર વરસાદ પડતા નદીઓ વહેતી થઈ હતી
તેમજ તળાવો છલકાયા હતા. સાવરકુંડલા તાલુકાના વંડામાં ગત રાત્રીથી બપોર સુધીમાં સાંબેલાધારે પાંચથી છ ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતીપાકોને મોટો ફાયદો થશે ખાસ કરીને મગફળીના પાકમાં સુયા બેસતા મઘા નક્ષત્રમાં સારો વરસાદ પડતા પાકમાંસારો ઉતારો આવશે. તેમજ સારા વરસાદના કારણે ચેકડેમ અને તળાવો ભરાયા હતા. કુંડલાથી જેસર પટ્ટામાં નાના-મોટા જીંજુડા, સેંજળ, પીઠવડી, મેવાસા, વાંસીયાળી, જેજાદ, ઠવી, વિરડી, નાળ, ૨બારીકા, કેદારીયા, હીપાવડલી,જરકલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ રાજુલાનાંદાતરડી નજીક ત્રણ ખેડુતોવાડી વિસ્તારમાં હતાં. રાત્રે વરસાદ આવી જતા સ્થાનિક બે નદીઓમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઇ જતા. એનડીઆરએફ, એટીડીઓશ્રી દાણીધારીયા સહિત અધિકારીઓ દોડી ગયા હતાં અને માત્ર દસ મિનીટમાં એનડીઆરએફની ટીમે રેસ્કયુઓપરેશન કરી ફસાયેલાઓને બચાવી લીધા હતાં. ગાવડકા, બાબાપુર, મેડી, માંડવડા, સરંભડા, ગોપાલગ્રામ, ભંડારીયા અને વાંકીયામાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડીજતા પાણી વહેતા થયા હતા. શેલણા દોઢ ઈચજેટલોવરસાદ પડી ગયોહતો.
ચલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારના ૮ થી બપોર સુધીમાં બે થી અઢી ઈંચજેવો વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશીની લાગણી અનુભવી.લાઠી તાલુકાનાં અકાળા ગામે ધોધમાર બેઈંચ વરસાદામનગર, ભટ્ટવદર, ઈંગોરાળા, પાડરશીંગા, દહીંથરા, ભુરખીયા સહિતના ગ્રામ્યવિસ્તારોમાં આજેબપોરના સમયે ઘોધમાર બેઈચવરસાદ પડી જતા ખેતીપાકોને મોટો ફાયદો થશે. લખાણીયાઅને ગીર પંથકના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ પડતા ખેડુતો અને માલધારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
સારા વરસાદનેકારણે શેત્રુજી નદી તેમજ નાની મોટી નદીઓમાંપાણી વહેતા થયા હતા. ક્રાંગસા, ખુસપુર, ગોવિંદપુર, કુબડા, ગીગાસણ, કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડયો ધારી તેમજ આસપાસના ખીચા, દેવળા, વિરપુર, નવાગામ, સરસીયા, જીરા, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી બેઈચ જેવો વરસાદ પડયો. ડેડાણમાં બેદિવસથી ધીમીધારે વરસાદ પડી રહયો છે. આજે સવારથી બપોર સુધીમાં બે ઈચ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી વ્યાપી હતી. અને મઘાના વરસાદથી ખેતીપાકોમાં મોટો ફાયદો થશે. આસપાસના ત્રાકુડા,નિંગાળા, ફાચરીયા, મુંજીયાસર, માલકનેશ, રાયડી, જીવાપર સહિતના ગ્રામ્યવિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. લીલીયાનાં હાથીગઢમાં આજેસવારે ૯.૩૦થી બપોરના ૧૨ સુધીમાં ઘોઘમાર ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. મઘાનો વરસાદ ગંગાજળ જેવો પવિત્ર ગણાય મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેતી ઉત્પાદન પણ પુષ્કળ આવેઆસપાસના ભેંસાણ, બોડીયા, સાજણટીંબા, સનાળીયા, અંટાળીયા, ખારા, કુતાણા, ગુંદરણ, હરીપર, ઢાંગલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. લીલીયામાં આજે સવારનાં બે ઈચ જેવોધોધમાર વરસાદ પડયો હતો. ઉપરવાસમાં સારા વરસાદના કારણે નાવલી નદીમાં પાણી વહેતા થયા હતા તેમજ શેત્રુજી નદીબે કાંઠે અમરેલી તાલુકાના ફતેપુર, પીઠવાજાળ, વિઠલપુર, તરકતળાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચજેવોવરસાદ પડયો. મોટા આંકડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર બેઈચ વરસાદ પડયાનું મનોજત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે. કુંકાવાવઅનેવડીયામાં પણ એક ઈચ જેવો વરસાદ પડયો હતો.
અમરેલી શહેરમાં પણ આજે સવારથી બપોર સુધીમાં ઘીમીધારે દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. બગસરા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં પણ ધીમીધારે દોઢ ઈચ વરસાદ પડયો હતો. ખાંભામાં પણ એક ઈંચ જેવો વરસાદ પડયો હતો. જ્યારે જાફરાબાદમાં બેઇંચ તેમજ રાજુલામાં ધોધમાર ચાર ઇંચ જેવો વરસાદપડયો હતો. કોવાયામાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની કોલોનીમાં ભારેવરસાદના કારણેપાણી ભરાયાહતા. નાગેશ્રીમાં મોડી સાંજના વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં અને રાજુલાનાં રામપરાનાં પુલ ઉપરથી પાણી ફરી વળ્યાં હતાં.
સાવરકુંડલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે વરસાદના કારણે ખેડુતોમાં ખુશી વ્યાપી હતી. અને બે થી ત્રણ ઈંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. લાઠી, કેરીયા, દેવળીયા, શેખપીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા લાઠીની ગાગડીયો નદીમાં ઘોડાપુર આવ્યું હતુ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે ભાદાણી ડેમ ઓવરફલો થયો હતો. અને ચોમાસાની સીઝન દરમિયાન પહેલી વાર ગાગડીયો નદીમાં પુર આવ્યું. અમરેલી શહેરમાં પણ આજે સવારથી બપોર સુધીમાં ધીમીધારે દોઢ ઈંચ જેવો વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલવરસાદમાં કુંકાવાવ વડીયા ૨૪મીમી, બાબરા ૧૫મીમી, લાઠી ૫૭મીમી, લીલીયા ૪૫ મીમી, અમરેલી ૩૫મીમી, બગસરા ૩૮ મીમી, ઘારી ૨૮ મીમી, સાવરકુંડલા પપ મીમી,ખાંભા ૨૦મીમી, જાફરાબાદ ૫૨ મીમી, રાજુલા ૧૦૬ મીમી વરસાદ નોંધાયો હતો. આજ સવારથી વરસાદી માહોલ હોયવરસાદ ગમે ત્યારે તુટી પડે તેવું વાતાવરણ જામેલું છે.(૨૩.૧૩)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
