News of Thursday, 21st August 2025
વીઆઇપી પાર્કિંગ કે સ્વીમીંગ પૂલ?

ઓખાઃ (આલાપ ભરતભાઇ બારાઇ) બેટ દ્વારકામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું વીઆઈપી પાર્કિંગ માત્ર એક જ વરસાદમાં સ્વિમિંગ પૂલમાં પરિવર્તિત થઈ ગયું નજરે પડે છે. આ બનાવને લઈને બેટ દ્વારકાના રહેવાસીઓમાં ભારે અજંપા વ્યાપ્ત થયો છે, પ્રવાસીઓ પણ આ હાલતથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વિકાસના નામે કરાયેલાં આવા કામની ગુણવત્તા અંગે પ્રશ્નચિホ ઊભાં થઈ રહ્યાં છે. પ્રવાસીઓએ પણ તંત્રને એવી લાગણી દર્શાવી છે કે તાત્કાલિક પાણીની નિકાસની વ્યવસ્થા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કાચા કામો ન થાય તેની ખાતરી કરવામાં આવે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
