<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

જામનગરમાં મોટા વડાળામાં અઢી વાંસજાળીયામાં પોણા ૨ ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ યથાવત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવો ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં મોટા વડાળામાં અઢી ઇંચ વાંસજાળીયામાં પોણા ૨ ઇંચ વરસાદ પડયો છે.

જયારે પરડવા, હરીપર જામવાડી, ભલસાણ બેરાજામાં પોણો ઇંચ તથા મોટા ખડબા, ખરેડી, લેૈયારા, લતીપુર, બાલંભા, વસઇ, લાખાબાવળ, મોટી બાણગાર, જામવંથલી, અલીયાબાડા, ધ્રાફા, પીપરટોડા, પડાણામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે. 

(1:28 PM IST)