<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

જામનગર જિલ્લાના જોડીયામાં મોસમનો સૌથી વધુ ૨૯ ઇંચ વરસાદ સૌથી ઓછો ધ્રોલમાં ૧૩ ઇંચ નોંધાયો

(મુંકુંદ બદયાણી દ્વારા) જામનગર તા ૨૧: જામનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં પડેલા મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે, તો સૌથી વધુ જોડિયામાં ૨૯ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્‍યારે સૌથી ઓછો ધ્રોળમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ૧૮ ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 જામનગર જિલ્લા કલેક્‍ટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્‍યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્‍યા સુધીમાં જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ૭૧૯ મી.મી. (૨૯ ઇંચ), જામનગર શહેરમાં ૪૫૪ મી.મી. (૧૮ ઇંચ), કાલાવડ માં ૫૨૮ મી.મી. (૨૧ ઈંચ), ધ્રોળમાં ૩૧૯ મી.મી. (૧૩ ઇંચ), લાલપુર માં ૪૧૩ મી.મી., જામજોધપુરમાં ૫૫૪ મી.મી.( ૨૨ ઇંચ) વરસાદ નોંધાયો છે.

(1:28 PM IST)