News of Thursday, 21st August 2025
ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીઃઆગામી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

રાજકોટ, તા.૨૧
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનની કટેલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ મામલે ભાવનગર રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે આગામી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેકની કામગીરીને લઈને ભાવનગર ડિવિઝનની અસરગ્રસ્ત ટ્રેનોની રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં રદ કરાયેલી, આંશિક રદ ટ્રેન, ટ્રેનોના સ્ટોપેજ રદ કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનોઃ
- ટ્રેન નં. ૧૯૨૫૧ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૦-૮-૨૦૨૫ થી ૨૨-૮-૨૦૨૫ સુધી રદ રહેશે.
૦૦:૦૦
/૦૨:૦૪
- ટ્રેન નં. ૧૯૨૫૨ વેરાવળ-ઓખા એક્સપ્રેસ ૨૦-૮-૨૦૨૫ થી ૨૨-૮-૨૦૨૫ સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોઃ
- ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ લાલપુર જામ-કાનાલુસ વચ્ચે તાત્કાલિક અસરથી ૨૨-૮-૨૦૨૫ સુધી આંશિક રીતે રદ રહેશે. - ટ્રેન નંબર ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ કાનાલુસ-લાલપુર જામ વચ્ચે તાત્કાલિક અસરથી ૨૨-૮-૨૦૨૫ સુધી આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેનોના સ્ટોપેજ રદઃ
- ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૨૩-૮-૨૦૨૫ સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં.
- ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૨૨-૮-૨૦૨૫ સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
