News of Thursday, 21st August 2025
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે અડધાથી એક ઇંચ વરસાદ
બપોરે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો : સિહોર અને ગારીયાધારમાં એક ઇંચ જ્યારે વલભીપુર પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ

ભાવનગર : ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં આજે સવારથી સાંજ સુધીમાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર સિહોર અને ગારીયાધારમાં એક ઇંચ જ્યારે વલભીપુર પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં આજે સવારે 10 વાગ્યા સુધી તડકો રહ્યા બાદ વરસાદી માહોલ થયો હતો અને બપોરે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. ત્યારે જિલ્લાના તાલુકામાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે.
આજે સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં વલભીપુરમાં 16 મી.મી .,ઉમરાળામાં 6 મી.મી., ભાવનગર શહેરમાં 26 મી.મી. સિહોરમાં ,24 મી.મી. ગારીયાધારમાં 23 મી.મી. પાલીતાણામાં 14 મી.મી. તળાજામાં 8 મી.મી. અને જેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
