News of Friday, 22nd August 2025
પોરબંદરના માધવપુરમાં દૂધનું ટેન્કર પાણીના પ્રવાહમાં ફસાયું: બે મહિલા સહીત 13 લોકોનું રેસ્ક્યુ: એક લાપતા
મોચા-કડછ રોડ પર એક દૂધનું ટેન્કર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું : એક રાહદારી પાણીમાં ગરકાવ

પોરબંદરના માધવપુર નજીક આવેલા મોચા-કડછ રોડ પર એક દૂધનું ટેન્કર પાણીના પ્રવાહમાં ફસાયું હતું. આ ઘટનામાં ટેન્કરમાં સવાર બે મહિલાઓ સહિત કુલ 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક દુર્ઘટના બની હતી. એક રાહદારી પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની માહિતી મળી છે, જેના કારણે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વરસાદના સમયે રસ્તાઓ પર મુસાફરી કરવા સામેની ગંભીર ચેતવણી આપી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
