News of Friday, 22nd August 2025
રવિવારે સરદારધામ ફેસ-૨ કન્યા છાત્રાલયનું મોરબીના પાટીદાર ભામાશા વરમોરા પરિવાર હસ્તે ઉધ્ઘાટન
શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલનું રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણઃ સમારોહના ઉદ્ધાટક ગળહમંત્રી અમિતભાઈ શાહ, અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૨: સરદાર ધામના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ સંચાલિત શક૨ીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય ફેસ-૨નું સરદાર ધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવનાર છે. ગળહમંત્રી અમિતભાઈ શાહ સમારોહના ઉદ્ધાટક (વર્ચ્યુઅલ) તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રવિવારે સાંજે ૪:૩૦ કલાકે ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ પરિવાર (સનહાર્ટ ગ્રુપ)ના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ થશે.
મિશન ૨૦૨૬ અંતર્ગત સરદાર ધામના પાંચ લક્ષ્યબિંદુઓ જેમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ (૧૦૦૦૦ દીકરા દીકરીઓને પરવડે તેવા સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ), જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (૧૦૦૦૦ ઉદ્યોગપતિઓનું સંગઠન) તેમજ યુવા સંગઠન થકી સમાજ જોડો અભિયાનને સિદ્ધ કરવા સંકલ્પબધ્ધ છે.
સરદાર ધામ સંચાલિત શક૨ીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય જેમાં ૩૦૦૦ દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા તેમજ અન્ય સુવિધા, ઇન્સ્ટિટયૂટ, ૪૪૦ રૂમની વ્યવસ્થા, ૧૦૦૦ વ્યક્તિની ક્ષમતાનો હોલ, ઈ લાઇબ્રેરી, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર જેવી અનેક સુવિધાઓ સરદાર ધામ ફેસ-૨માં ઉપલબ્ધ છે.
સમારોહનું દીપપ્રાગટય કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, જીએસસી બેન્ક અમદાવાદના ચેરમેન અજયભાઈ એચ પટેલ, ભરતભાઈ એમ ભગત તથા ધનજીભાઈ એ પટેલના હસ્તે થશે. આ તકે સરદારધામ ફેસ-૨ કન્યા છાત્રાલયના સન્માનનીય મહાનુભાવો પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ભવનના ઉદઘાટક ગોવિંદભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ), મફતલાલ વી પટેલ, વિમળાબેન કનુભાઈ પટેલ, રવજીભાઈ વસાણી, સુનિલભાઈ ભંડેરી, પી એસ પટેલ, હેમા નીતિન આર.પટેલ, ભાઈલાલભાઈ પટેલ, નિમીશભાઈ પટેલ, હંસાબેન રમેશભાઈ મેશિયા આ ઉપરાંત અતિથિ પદે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, મૌલેશભાઈ (બાન લેબ), રમેશભાઈ પટેલ, ગુણવંતભાઈ સોજીત્રા, કાંતિભાઈ સાવલિયા, આલાપભાઈ પટેલ, દકુભાઈ કસવાલા વગેરે ઉપસ્થિત રહેશે. (રર.૬)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
