<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

અમદાવાદમાં માથાભારે લોકોની મિલકત પર બુલ ડોઝર ચલાવનાર આ ips જામનગરની પરિસ્‍થિત ફરી ન બગડે તે માટે વિશેષ મિશન માટે ખાસ મુકાયેલ

પોલીસ અને પ્રજાના દિલ જીતનાર એસપી પ્રેમસુખ ડેલુંને લોકોએ અદભૂત માન પાન સાથે નવા મિશન પર મોકલ્‍યા સુરેન્‍દ્રનગર નગરની પરિસ્‍થિતિ પર કંટ્રોલ કરવા ગાંધીનગર દ્વારા ફરી એક વખત મોટી જવાબદારી સોંપવામાં આવી છે... આ છે અંદરની વાત

રાજકોટ, તા.૨૨: રાજસ્‍થાનના બિલકુલ સામાન્‍ય પરિવારના સભ્‍ય પ્રેમસુખ ડેલું ips બન્‍યા, જેમને સંસ્‍કળતિ અને સંસ્‍કાર અતિ પ્રિય છે, એવા આ IPS કારકિર્દી પ્રારંભે અમરેલી, અને જામનગરની કથળેલી પરિસ્‍થિત પર જે કંટ્રોલ આવેલ તે માટે અમદાવાદથી જે તે સમયે જામનગર ખાસ મુકવામાં આવ્‍યા તેના મૂળમાં પણ પણ અમદાવાદમાં એક સમયની કુ વિખ્‍યાત ગેંગના સભ્‍યની મિલકત સહિતની મિલકત ઉપર બુલડોઝર હિંમતપૂર્વક ચલાવતા અચકાયા ન હતા, જામનગર જિલ્લામાં પણ એક અસમાજિક શખ્‍સની મિલકત ઉપર બુલફોઝર  ચલાવી પસંદગી સાર્થક કરેલ.

આવા ips બદલી પામી સુરેન્‍દ્રનગરની કેટલીક ચોક્કસ પ્રવળતિઓ અંગે ગાંધીનગર સુધી રજૂઆત થતા પ્રેમસુખ ડેલુની પસંદગી થયેલ હોવાનું સૂત્રો જણાવે છે.

જામનગરના લોકો સાથે દૂધમાં સાકર માફક ભળી ગયેલ આ યુવા શષ્ટત જયારે ચાર્જ છોડવાનો સમય આવ્‍યો તયારે લોકોના ટોળેટોળા અશ્રુભીની આંખે ઊમટી પડેલ પ્રેમસુખ ડેલૂ પણ જતા પહેલા પ્રચલિત રામધુનમા બિલકુલ છેવાડે કોઈ જાતના ખોટા સ્‍ટેટ્‍સ કે પ્રોટોકોલનો પરવા કર્યા વગર બેસતા લોકો આફ્રિન પોકારી ગયેલ. આ દરેક અધિકારી કે લોકો માટે એક સબક છે, કે લોકો ૨૪/૭. મોટાઇનો ભાર રાખી ફરે છે તેના માટે ના છુટકે માન આપતાં હોય છે, આવા અધિકારીઓને હદયથી માન મળે છે. પોલીસ સ્‍ટાફ દ્વારા પણ પબ્‍લિક માફક ખૂબ લાગણીપૂર્વક દોરડાથી કાર ખેંચી, ભવ્‍ય સ્‍વાગત સાથે સુરેન્‍દ્ર નગર જવા ભારે હૃદયે વિદાય આપી. આમ જામનગરથી બદલી પામેલ પ્રેમસુખ ડેલું અસામાજિક તત્‍વો પર ધાક, અને પોલીસ પ્રજાનો પ્રેમ જીતી ગયા. 

(10:37 AM IST)